રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, ખુબ મનોમંથન બાદ CM ગેહલોતે લીધો મોટો નિર્ણય
રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજકીય સંકટમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે અશોક ગેહલોત (Ashok Gehlot) સરકારે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને નવો પ્રસ્તાવ રાજ્યપાલ કલરાજ મિશ્રા (Kalraj Mishra)ને મોકલ્યો છે. મળતી માહિતી મુજબ આ પ્રસ્તાવમાં 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવાની વાત કરાઈ છે. નવા પ્રસ્તાવમાં ફ્લોર ટેસ્ટને લઈને કોઈ ઉલ્લેખ નથી કરાયો. તેમાં કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. કોરોનાની સાથે સાથે અન્ય બિલો ઉપર પણ ચર્ચાનો ઉલ્લેખ કરાયો છે.
જયપુર: રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજકીય સંકટમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે અશોક ગેહલોત (Ashok Gehlot) સરકારે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને નવો પ્રસ્તાવ રાજ્યપાલ કલરાજ મિશ્રા (Kalraj Mishra)ને મોકલ્યો છે. મળતી માહિતી મુજબ આ પ્રસ્તાવમાં 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવાની વાત કરાઈ છે. નવા પ્રસ્તાવમાં ફ્લોર ટેસ્ટને લઈને કોઈ ઉલ્લેખ નથી કરાયો. તેમાં કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. કોરોનાની સાથે સાથે અન્ય બિલો ઉપર પણ ચર્ચાનો ઉલ્લેખ કરાયો છે.
31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવા અંગેનો પ્રસ્તાવ
ગેહલોત મંત્રીમંડળે શનિવારે રાજ્યપાલને મોકલવામાં આવનારા સંશોધિત પ્રસ્તાવને મંજૂરી આપી. ત્યારબાદ રવિવારે આ પ્રસ્તાવ રાજ્યપાલને મોકલવામાં આવ્યો. નવા પ્રસ્તાવમાં કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવાની વાત કરાઈ છે. જેમાં બહુમત પરીક્ષણનો મુદ્દો નથી. મુખ્યમંત્રીએ પ્રસ્તાવમાં કહ્યું છે કે 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવામાં આવે. આ અગાઉ વિધાનસભા સત્રની માગણીને લઈને કોંગ્રેસ ધારાસભ્યોએ પ્રદર્શન પણ કર્યું હતું. શુક્રવારે રાજભવનની લોનમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદર્શન કર્યુ હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube